અહં-મમત્વમાંથી જ જન્મે છે....
" અહં-મમત્વમાંથી જ જન્મે છે ક્રોધ અને ઈર્ષા "
🔵 ક્રોધથી દુઃખ
સિકંદરનો એક અંગત મિત્ર હતો. તેણે યુદ્ધમાં સિકંદરને ત્રણવાર મરતાં-મરતાં બચાવ્યો હતો. એકવાર તો તેણે દુશ્મન દ્વારા સિકંદર પર ઝીંકાયેલી તલવાર વચ્ચે આવી પોતા પર ઝીલી લીધી હતી ! જેમાં એનો એક હાથ કપાઈ ગયો હતો. પરંતુ એકવાર બંને વચ્ચે નાની વાતમાંથી બોલાચાલી થઈ. તેમાં સિકંદરે ક્રોધમાં આવી મિત્રનું માથું ઉડાડી દીધું ! પછી સિકંદરને ઘણો પસ્તાવો થયો હતો. તેણે ૩ દિવસ સુધી ખાધું પણ નહીં. પણ હવે શું થાય !
સ્વિટ્ઝર્લેન્ડ દેશના બ્રિગેડિયર જનરલ જીન લુઈસને પ્રમોશન મેળવી ચીફ બનવાની ખૂબ જ મહત્ત્વાકાંક્ષા હતી, પરંતુ તેને તે તક ન મળી. તેના સમકક્ષ બીજા ઓફિસરને આર્મી ચીફ બનાવવામાં આવ્યો ! જીનને ઈર્ષ્યા જાગી. પેલા ચીફનું ખોટું દેખાય તે માટે તેણે લશ્કરના ખાનગી દસ્તાવેજો રશિયાને આપી દીધા ! જીન લુઈસ ૬૮ વર્ષે નિવૃત્ત થયો. કાવતરું પકડાઈ જતાં તેના બીજા વર્ષે તેને દેશદ્રોહ બદલ ૧૮ વર્ષની જેલ થઈ ! બીજી બાજુ રશિયાએ પણ એ દસ્તાવેજોને આધારે સ્વિટ્ઝર્લેન્ડને ઘણો સમય બ્લેકમેઇલ કર્યું હતું.
" અહં-મમત્વમાંથી જ જન્મે છે કુસંપ "
🔵 કુસંપને લીધે મુસ્લિમોની ગુલામી
સને ૧૭૬૧ ની વાત છે , પાણીપતના યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. એક તરફ હતો અહમદશાહ અબ્દાલી અને બીજી તરફ મરાઠાઓ (પેશ્વાઓ). ગાયકવાડ અને સિંધિયા ભેગા થઈ અહમદશાહ સામે લડતા હતા. મરાઠાઓએ અહમદશાહના ' પઠાણોનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો હતો. અહમદશાહની જીતવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. અરે ! આવતા પાછા જવામાં પણ જોખમ થઈ પડ્યું હતું.
રાત્રે યુદ્ધના વિરામ સમયે અહમદશાહ ભાગી છૂટવાની વિચારો કરી રહ્યો હતો. તેવામાં દૂરથી તેને કેટલીક મશાલો સળગતી હોય તેવું દેખાયું. તેને લાગ્યું કે મરાઠાઓ આપણને મારવા આપણી તરફ આવતા લાગે છે. આથી તેણે ગભરાઈને સેનાપતિને બોલાવ્યો. સેનાપતિ ચાલાક હતો. તેને હિંદુ રાજાઓ સાથે યુદ્ધોનો ઘણો અનુભવ હતો. તેણે કહ્યું , ‘ જહાંપના ! બેફિકર રહો, આ જવાળાઓ મશાલોની નથી, કાફિરો આપણને મારવા આપણી તરફ પણ નથી આવી રહ્યા. વાત જાણે એમ છે કે એ લોકોમાં ઘણી બધી જાતિઓ છે અને તેઓ એકબીજાનું બનાવેલું જમતા નથી. આથી અલગ-અલગ ચૂલા સળગાવીને ખાવાનું પકાવી રહ્યા છે. '
અહમદશાહ બે ઘડી વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો, હવે આ રાજાઓને જીતવા મુશ્કેલ નથી. તેમનામાં પૂરતો સંપ નથી તેમનામાં ફાટફૂટ પડાવી શકીશ. ' અને પછી અહમદશાહે તાબડતોબ યોઝના બનાવી. મરાઠાઓમાં અંદર-અંદર મનભેદ કરાવ્યા. છેવટે તેના હુકમ પ્રમાણે પઠાણોના સેન્યે અચાનક આક્રમણ કરી દીધું અને ૪૫,૦૦૦ મરાઠા સૈનિકોનો ખાતમો બોલાવી દીધો. આમ, અંદરોઅંદરના કુસંપને કારણે અહમદશાહ જીતી ગયો. આ રીતે મુસ્લિમ રાજાઓની ૮૦૦ વર્પની ગુલામી પાછળ પણ મુખ્ય કારણ કુસંપ હતું.
જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય - રમતગમત હોય કે કુટુંબ, દેશ હોય કે રાજ્ય, સંપ છે ત્યાં જીત છે અને કુસંપ છે ત્યાં હાર છે.
🔵 કુસંપને લીધે અંગ્રેજોની ગુલામી
મુસ્લિમો બાદ ભારત જેવો મહાન દેશ અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાં સબડતો રહ્યો, તેના મૂળમાં પણ કુસંપ જ રહ્યો છે. ભારતની તે વખતની વસ્તી ૩૪ કરોડ હતી, છતાં માત્ર ૫૦,૦૦૦ અંગ્રેજો રાજ કરી ગયા !
તા.૨૩-૬-૧૭૫૭ માં રોબર્ટ ક્લાઇવ અને બંગાળના નવાબ સિરાજ-ઉદ-દૌલા ખાન વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં સિરાજ-ઉદ્-દૌલા પાસે ૭૮,000 સૈનિકો હતા. જ્યારે અંગ્રેજો પાસે માત્ર ૩,૦૦૦ સૈનિકો જ હતા. અંગ્રેજો કોઈ સંજોગે સિરાજ-ઉદ્-દૌલા સામે જીતી શકે તેમ નહોતા. આથી તેમણે સિરાજ-ઉદ્-દૌલાના બનેવી અને સેનાપતિ મીરજાફરને અને નાયબ સેનાપતિ યારલતીફને નવાબ બનાવવાની લાલચ આપી ફોડ્યા. તથા ભારતના અમીચંદ શેઠ, દુર્લભચંદ અને જગતચંદ શેઠ કે જેઓ ઇસ્ટઇન્ડિયા કંપની સાથે વેપાર કરીને પુષ્કળ પૈસા કમાતા હતા, રોબર્ટ ક્લાઇવે દબાણ કરી તેમની પાસેથી અઢળક ધનસંપત્તિ મીરજાફર અને યારલતીફને અપાવી.
પ્લાસીના યુદ્ધ વખતે સિરાજ-ઉદ્દોલાએ સેનાપતિ મીરજાફર અને યારલતીફને આગળ વધવા હુકમ કર્યો. પણ તેઓ ડાબી-જમણી બાજુ વહેંચાઈ ગયા. તેથી તેમની પાછળ પગપાળ અને ઘોડેસવાર સૈનિકો પણ ચાલવા લાગ્યા. આથી સિરાજ-ઉદ્દોલાની મોટા ભાગની લશ્કરી તાકાત તૂટી ગઈ. છતાં તેણે ખૂબ લડત આપી. અંતે હારી જવાથી સિરાજ-ઉદ્દોલા ભાગ્યો, પણ મીરજાફરે તેને શોધી કાઢી ખૂબ જ ઘાતકી રીતે મારી નાંખ્યો ! અંગ્રેજોએ ભારતના સૈનિકોને પકડીને કોલકાતાના ફોર્ટ વિલિયમ કિલ્લામાં ૧૦ દિવસ સુધી ભૂખ્યા-તરસ્યા પૂરી રાખ્યા અને અગિયારમા દિવસે મીરજાફરની હાજરીમાં બધાને મારી નાંખ્યા !
ત્યારબાદ રોબર્ટ ક્લાઇવ લખે છે : ‘ અમે જ્યારે કોલકાતા શહેરમાં વિજયયાત્રા કાઢી, ત્યારે હું અને મારા ૩,૦૦૦ સૈનિકો જ હતા. જો નગરના માણસોએ અમારો થોડો પણ , ૧-૧ પત્થર મારીને પણ સામનો કર્યો હોત તો અમે સૌ મરી જાત. પણ અફસોસ કે રાજાના સેનાપતિથી માંડીને સામાન્ય જનતા સુધી ક્યાંય તેમનામાં સંપ જોવા મળ્યો નહીં. ' જો સને ૧૭પ૭ માં ભારત સંપ રાખી જીતી ગયું હોત તો ૨૦૦ વર્ષમાં ૬ લાખથી વધુ ભારતીયોનું મોત થયું ન હોત. ભગતસિંહ, ચંદ્રશેખર અને સુભાષબાબુ જેવા ભારતવીરોને ગુમાવવા ન પડત.
ભાઈ ભાઈ વચ્ચે, ભાઇ - બહેન વચ્ચે, માતા - પિતા અને સંતાન વચ્ચે, મિત્રો વચ્ચે, સગા સાથે, પાડોશી સાથે અહ - મમત્વ જ કુસંપ કરાવે છે.
" અહં-મમત્વરૂપ માયા આપણને દુ:ખી કરે છે "
- પ્રસંગ : હઠને લીધે દુઃખ
- પ્રસંગ : માનને લીધે દુઃખ
- પ્રસંગ : ઈર્ષ્યાને લીધે દુઃખ
🙏Jai Swaminarayan🙏
--------------------------------------------
--------------------------------------------
--------------------------------------------


Comments
Post a Comment