સંપ-સુહૃદભાવ-એકતા
" સંતો-ભક્તોના દાસ થઈને વર્તવું. સંપ રાખવો "
દાસ એટલે શું ?
સંપની ઊંચામાં ઊંચી સ્થિતિ એટલે દાસપણું. તેથી દાસનાં ૪ લક્ષણ આ મુજબ કહી શકાય.
( ૧ ) સંતો - હરિભક્તોનું ખમવું : સહન કરવું. તેમને માફી આપવી,
( ૨ ) સંતો - ભક્તો માટે ઘસાવું : તેમને મદદ કરવી,
( ૩ ) સંતો - ભક્તો પાસે મનગમતું મૂકવું અને
( ૪ ) સંતો - ભક્તોને અનુકૂળ થવું.
આ ૪ લક્ષણો આપણામાં આવે ત્યારે આપણે ‘દાસ’ થયા કહેવાઈએ ,
- દાસના દાસ યોગીરાજ
- પ્રસંગ-૧
સંવત ૧૯૭૮. અગાઉ પત્ર મોકલ્યો હતો છતાં જૂનાગઢ નજીકના સ્ટેશને કોઈ હરિભક્ત લેવા ન આવ્યું. વિજ્ઞાનદાસ સ્વામી ખૂબ ગુસ્સે થયા. તેમણે અપશબ્દો સાથે મારઝૂડ કરી. યોગીજી મહારાજ પાણી લેવા જતા હતા તો ના પાડી, ‘ આજે તો તું દુ:ખી થા ને હુંય દુ:ખી થઉં. ' યોગીજી મહારાજે ગામ તરફ ચાલવા માંડ્યું. વચ્ચે રસ્તામાં વિજ્ઞાનદાસ સ્વામી કહે, ' જોગી પાણી લાવ. ' યોગીજી મહારાજ બાજુના ગામમાં પાણી શોધવા ગયા. ગામમાં કોઈનું મરણ થયેલું તેથી કોઈએ પાણી ન આપ્યું. આથી વિજ્ઞાનદાસ સ્વામી ખૂબ ગુસ્સે થયા, આગળ કૂવો આવતાં યોગીજી મહારાજે ઠાકોરજીને ધરાવી પાયું. રાત્રે ઠાકોરજીને થાળ કરવા યોગીજી મહારાજે એક ગામે રોકાવા વિનંતી કરી તો વિજ્ઞાનદાસ સ્વામી કહે, ‘તારો બાપ ત્યાં રાહ જોતો હશે ! ચાલવા માંડ જલદી. ' રાત્રે ૯-૦૦ વાગ્યે ગામમાં પહોંચ્યો ત્યારે હરિભક્તોએ કહ્યું, ‘આપનો પગ સાંજે ૪ વાગ્યે મળ્યો તેથી તેડવા ન આવ્યા.' પછી રાત્રે થાળ કરી યોગીબાપાએ સૌને જમાડ્યા. પોતે જખ્યો વગર ૧૨:૦૦ વાગ્યે કોથળા પર સૂઈ ગયા !
- સંશોધન : આ પ્રસંગમાં દાસપણાના ૪ મુદા ક્યાં - ક્યાં આવે છે ?
જવાબ :
( ૧ ) ખમવું (સહન કરવું) = યોગીબાપાએ વિજ્ઞાનદાસ સ્વામીનો ગુસ્સો અને માર સહન કર્યા.
( ૨ ) ઘસાવું = રાત્રે થાળ કરી સૌને જમાડ્યા, પોતે જમ્યા વિના કોથળા પર સૂતા.
( ૩ ) મનગમતું મૂકવું = વચ્ચેના ગામમાં રોકાવાનો યોગીજી મહારાજનો વિચાર યોગ્ય હતો, છતાં વિજ્ઞાનદાસ સ્વામીએ ના પાડી તો તેમણે મનગમતું મૂકી દીધું.
( ૪ ) અનુકૂળ થવું વિજ્ઞાનદાસ સ્વામીએ પહેલાં પાણી પીવાની ના પાડી, પછી માંગ્યું તો યોગીબાપાએ પ્રેમથી શોધી, ઠાકોરજીને ધરાવી પિવડાવ્યું.
- પ્રસંગ-૨
- પ્રસંગ-૩
- પ્રસંગ-૧
સને ૨૦૧૭. દારેસલામ (આફ્રિકા). મહંતસ્વામી મહારાજ કારમાં બેસી ઉતારેથી સભામંડપ તરફ જતા હતા. આગળ નિષ્ઠાવાન હરિભક્ત સુભાષભાઈની ગાડી જતી હતી. રસ્તામાં મહેન્દ્રભાઈ નામના હરિભક્ત ચાલતા જતા હતા. સુભાષભાઈએ ગાડી ઊભી રાખી તેમને પોતાની ગાડીમાં બેસાડ્યા.
પાછળથી મહંતસ્વામી મહારાજે આ જોયું. તેઓ ખૂબ જ રાજી થઈ ગયા. જ્યારે સુભાષભાઈને મળ્યા ત્યારે તેમને ભેટ્યા અને ખૂબ રાજીપો દર્શાવ્યો. પછી પણ ૩ વાર તેમણે આ વાતને ખૂબ રાજી થઈ સામેથી યાદ કરી. કારણ કે સુભાષભાઈએ સંપ-સુહૃદભાવ અને એકતા રાખ્યાં હતાં.
- પ્રસંગ-૨
અંતરમાંથી કુસંપ નીકળી જશે
૨૬-૧૦-૨૦૧૬ . જામનગર. ભોજન બાદ મહંતસ્વામી મહારાજ આરામ માટે રૂમમાં પધાર્યા. ગઈકાલે તેમના વચને એક પરિવારે જૂનો ઝઘડો ભૂલી સંપ કરી લીધો હતો. સ્વામીશ્રીએ ગઈકાલે તે પરિવાર પર ખૂબ જ રાજીપો વરસાવ્યો હતો. સવારે મંગળા આરતી દરમ્યાન એ બે પરિવારોને મુલાકાત માટે લાવનાર સંતને જોઈ સ્વામીશ્રીએ કહ્યું : ' અમે ખૂબ રાજી થયા ... ' આ સંદર્ભમાં પેલા સંત કહે : ' તે બંને પરિવારે કહેવડાવ્યું છે કે અંતરમાંથી કુસંપ ચાલ્યો જાય, ફરી કુસંપ થાય જ નહીં તે માટે આશીર્વાદ આપજો, ' સ્વામીશ્રી તરત જ બોલ્યા, ' હું પત્ર લખી આપીશ. અંતરમાંથી પણ કુસંપ નીકળી જશે. ’
પછી વધુ બોલતાં સ્વામીશ્રી કહે, ‘ ચાલો કાગળ લખી લઈએ. ’ પેલા સંત કહે, ‘ અમે હજુ રાત્રે નીકળવાના છીએ. સમય મળે તો આજે લખશો. નહીંતર ગોંડલ સમૈયામાં પણ અમે આવવાના છીએ ત્યારે પત્ર આપશો. ઉતાવળ નથી. ’ પરંતુ પેલા સંત સાંજે મળ્યા ત્યારે સ્વામીશ્રીએ બે પત્રો તેમના હાથમાં આપ્યા ! સંપીને રહે તે ઉપર સત્પુરુષનો આટલો બધો રાજીપો છે. તેઓ સંપ દૃઢ કરાવવા ગમે તેટલો ભીડો વેઠવા તૈયાર રહે છે. મહંતસ્વામી મહારાજે સૂત્ર આપ્યું છે : ‘ બી.એ.પી.એસ. સંપેલો પરિવાર. ’
- પ્રસંગ-૩
૧૫-૯-૨૦૧૬. મુંબઈ. ભોજન દરમ્યાન ઈંદોરમાં વિચરણ કરતાં એક સંતે કહ્યું, ‘ સને ૨૦૧૨ માં મહંતસ્વામી મહારાજ ઈંદોર પધાર્યા હતા. અહીંના એક હરિભક્ત દિલીપભાઈ રાઠોડના પરિવારમાં ૩૫ સભ્યો એક જ છત નીચે સંપીને રહે છે. જૂનું ઘર પડી જતાં તેમણે નવું ઘર લીધું હતું. સ્વામીશ્રી ત્યારે સામે ચાલી ખાસ તેમના ઘરે પધરામણીએ ગયા હતા.
બાદ સ્વામીશ્રીએ તે હરિભક્તને સામેથી કહ્યું હતું, ‘ આપણે ઉપર પણ જતા આવીએ. ' સંતોએ કહ્યું, ‘ લિફ્ટ નથી ’ સ્વામીશ્રી કહે, ‘ કંઈ વાંધો નહીં. ’ સંતો કહે, ‘ એમની ઇચ્છા કે આગ્રહ કાંઈ નથી. આપને ભીડો પડશે. ' છતાં સ્વામીએ ત્રણેય માળ પર પુષ્પો પધરાવ્યાં. અને છેક અગાસી સુધી ગયા. સંતોએ પૂછ્યું કે, ‘ આટલો ભીડો કેમ ઊભો કર્યો ? ’ સ્વામીશ્રી કહે, ‘ આ લોકોનો સંપ તો જુઓ ! કેવા સંપીને રહે છે ! ’
એ સમયે સંસ્થા દ્વારા નિર્ણય લેવાયો હતો કે સદ્ગુરુ સંતોને ક્યાંય પધરામણીએ લઈ ન જવા તથા ભીડો ન આપવો. આમ છતાં સંપ જોઈ સ્વામીશ્રી અંતરથી ખૂબ જ રાજી થઈ ગયા હતા !! સંપ સત્પુરુષનો પ્રાણ છે.
🙏Jai Swaminarayan🙏
--------------------------------------------
--------------------------------------------
--------------------------------------------

Comments
Post a Comment