૨૪-૨-૨૦૧૭ વિધ્યાનગર, રાત્રે ૯.૫૫ વાગ્યા , સેવક સંતે ઘડિયાળ દેખાડી કહ્યું, ‘ પોઢો ... ' મહંતસ્વામી મહારાજ કહે, ‘ બહુ વહેલું છે. ” સેવક સંત કહે, ‘ આપ કહો છોને કે ૮૦૦ કલાકની ઊંઘ ભેગી થઈ છે ! તો આજે થોડા વહેલા આરામમાં જાઓ. ” સ્વામીશ્રી કહે, ‘ એમ તો ઘણું ભેગું થયું છે. '
૮૪ વર્ષ સુધી સ્વામીશ્રીએ પણ સત્સંગ પ્રસાર માટે ખૂબ જ ભીડો વેઠયો છે, વિચરણ કર્યું છે, સૌને રાજી કર્યા છે.
તા . ૩૧-૧૦-૨૦૦૬ , લંડન, બપોરે ભોજન દરમ્યાન લંડનના જૂના વિચરણની વીડિયો દેખાડવામાં આવો. તેમાં સને ૧૯૭૪ થી ૨૦૦૪ સુધીના વિચરણની વીડિયોનાં પસંદગીના ક્લિપિંગ્સ હતાં. સને ૧૯૭૭ ના વિચરણનું વર્ષ આવતાં પ્રમુખસ્વામી મહારાજ પોતે જ વર્ણન કરતાં કહે, ‘ સવારે પાંચ વાગ્યે નીકળીએ ને રાત્રે ૧૨-૦૦ વાગ્યે પાછા ઉતારે પહોંચીએ. સવારે પરવારીને પૂજા બીજા સ્થળે કરવાનો. નાસ્તો ક્યાંય બીજે હોય. વળી પધરામણીઓ હોય.બપોરે બે વાગ્યે માંડ જમવા ભેગા થઈએ. આરામ ત્રીજી જગ્યાએ હોય અને ક્લાક સૂતા ન સૂતા ત્યાં તો પાછા પધરામણીએ જઈએ. સભા બીજે ક્યાંક ગોઠવી હોય.રાતનું ભોજન પણ ક્યાંક ત્રીજે હોય અને રાત્રે ૧૨ વાગ્યા સુધી વળી પાછી પધરામણી હોય.આવું ભીડાભર્યું એ વિચરણ હતું . '
સ્વામીએ વર્ષો સુધી આવો ભીડો વેઠયો છે. ૧૨,૫૦૦ ગામોમાં વિચરણ ! ર.પ લાખ ઘરોમાં પધરામણી ! ૭ લાખથી વધુ પત્રો ! જરા વિચારો આટલું બધું કેવી રીતે થઈ શકે !
- પ્રસંગ : ખભે બેસી પધરામણી
એક દિવસ સાંજે ૪ વાગ્યે આણંદ મંદિરે શાસ્ત્રીજી મહારાજ સૂતા હતા. કોઈએ તેમને જગાડયા ને વાત કરી, “ મારા બનેવી જૂના મંદિરના સત્સંગી છે. આપ પધરામણીએ આવો અને અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતની વાત કરીએ , તો તેઓ આપણા સત્સંગી થાય .” શાસ્ત્રીજી મહારાજ તરત જ ઊભા થયા. બોલ્યા, “ ધર્મના કાર્યમાં ટીલ નહીં. ” તેઓ ઉપરના માળેથી માંડ - માંડ નીચે ઊતર્યા. કારણ કે તેમના બંને પગમાં વાનો દુ:ખાવો હતો. રમણભાઈ બ્રહ્મભટ્ટ નામના હરિભક્તે પધરામણીએ જવાની ના પાડતાં કહ્યું, ‘ આપને તકલીફ છે, ચલાતું નથી, તો હું તે ભાઇને અહીં લઈ આવીશ.
શાસ્ત્રીજી મહારાજ કહે, ‘ આપણે જવું જ છે. ' રમણભાઈ બહાર ઘોડાગાડી કે ગાડું લેવા ગયા પણ ન મળ્યું. એક સંતના ટેકે શાસ્ત્રીજી મહારાજ ચાલવા લાગ્યા, પરંતુ ૧૫-૨૦ ડગલાં ચાલી બેસી ગયા. બધાએ ના પાડી તો કહે, “ નીકળ્યા છીએ તો જઈ આવીએ. ' ફરી ૧ પ -૨૦ ડગલાં ચાલ્યા ને બેસી ગયા ! રમણભાઈ કહે, ‘ મારા ખભે બેસી જાવ. બાળક બેસે તે રીતે શાસ્ત્રીજી મહારાજ તેમના ખભે બેસી ગયા ! લોકલાજ ત્યજી, દેહની પરવા છોડી, એક વ્યક્તિને અક્ષરપુરુષોત્તમની નિષ્ઠા કરાવવા તેઓ પધરામણીએ ગયા ! તે વખતે તેમની ઉંમર ૭૦ વર્ષની હતી !
પ્રમુખસ્વામી મહારાજને સને ૧૯૮૩ માં આવ્યો. બાદ સને ૧૯૯૮ માં પાંચ નળીઓનું બાયપાસ ઓપરેશન થયું ! અનેકવાર હૃદયની EECP ટ્રીટમેન્ટ થઈ. છેવટે સને ૨૦૧૧ માં તેમના હૃદયમાં પેસમેકર મૂકવામાં આવ્યું ! આટઆટલી વાર હૃદય પર જુદી-જુદી સર્જરી થઈ તથા બી.પી. અને પલ્સ વારંવાર વધઘટ થાય તોય સ્વામીએ ક્યારેય વિચરણ અટકાવ્યું ન હતું કે તેઓ જરાય હતાશ-નિરાશ-ઉદાસ થયા ન હતા.
૨૨-૮-૨૦૧૭. ડલાસ (અમેરિકા) સારવાર દરમ્યાન એક સંતે કહ્યું, ‘બ્રહ્મતિલકદાસ સ્વામીને માઈનગ્રેનની તકલીફ બહુ છે. આશીર્વાદ આપો. ' મહંતસ્વામી મહારાજે બ્રહ્મતિલકદાસ સ્વામીને અંતરના આશીર્વાદ આપ્યા. પછી બોલ્યા, ‘ આ બધું (મને પણ) થયેલું છે. માઈનગ્રેન , ફાઇલ્સ ને બીજું ઘણું. ’ સત્પુરુષ ક્યારેય પણ પોતાના દુઃખની વાત કરતા નથી, પરંતુ તેઓ આપણા માટે ખૂબ જ ભીડો વેઠે છે. મહંતસ્વામી મહારાજને સને ૧૯૯૭ માં બાયપાસ ઓપરેશન થયું. સને ૨૦૧૬ માં બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો. પેટમાં તેમને ઘણી તકલીફો છે. પગમાં સોજા રહે છે. છતાં ૮૪ વર્ષે પણ તેઓ સવારે ૩-૩૦ વાગ્યે ઊઠી આખો દિવસ ભક્તો માટે ભીડો વેઠે છે. સૌને દર્શન દે છે, પત્રો લખે છે, મુલાકાત આપે છે, ફોન કરે છે. ખરેખર, તેઓ આપણા માટે જ જીવે છે.
- પ્રસંગ : બીજા રાજી થાય એમ જ કરવું
સને ૨૦૧૩. મહંતસ્વામી મહારાજ જયપુરમાં હતા. નોંધ કરાવી હતી તે બધી જ પધરામણીઓ પૂરી કરી સ્વામીશ્રી મંદિરે આવ્યા. એક હરિભક્ત મંદિરે ઊભા હતા. તેઓએ નોંધ કરાવી ન હતી. તેઓ કહે, ‘ મેરા ઘર રહ ગયા. ’ આ હરિભક્ત ફક્ત ૨ વર્ષ માટે જ જયપુર રહેવાના હતા, વળી, તેમનું ઘર રિનોવેટ થતું હતું. સ્વામીશ્રી જાય તોય તકલીફ પડે તેવું હતું. છતાં હરિભકતે કહ્યું, ‘ સ્વામી આવે તેવી મારી ખાસ ઇચ્છા છે. ' સ્વામીશ્રી સેવક સંતોને કહે, ‘ ચાલો જઇ આવીએ. ’
બપોરે ૧ વાગ્યો હતો, તેથી સેવક સંતોએ ન જવા વિનંતી કરી, પરંતુ સ્વામીશ્રી તો એકલા જવા ઉપડ્યા ! અને છેવટે સ્વામીશ્રીએ તે હરિભક્તને રાજી કર્યા, પધરામણી કરી મંદિરે આવ્યા ત્યારે એક સંતે પૂછ્યું, ‘ આવી પરિસ્થિતિમાં આપને કંટાળો ન આવે ? ’ સ્વામીશ્રીએ ખુમારીમાં કહ્યું, ‘ કોઈ દિવસ નિર્ધાર રાખ્યો જ નથી. બીજા રાજી થાય એમ જ કરવું - એ વાત યોગીબાપાએ શીખવી છે. ’ આમ, સત્પુરુષ સત્સંગના પ્રસાર માટે તન-મન-સર્વસ્વ કુરબાન કરે છે.
- પ્રસંગ : ભીડો પડે તોય મજા
મહંતસ્વામી મહારાજ રાજસ્થાનમાં વિચરણ કરતા હતા. પીંડવાળા ગામે આપણાં મંદિરો અને અક્ષરધામના પથ્થરો ઘડાય છે. ત્યાં બધી જગ્યાએ સ્વામીશ્રી ચાલીને ગયા અને સૌ કારીગરોને ખૂબ આશીર્વાદ આપ્યા. ભોજન સમયે એક સંત કહે, ‘ માફ કરજો ! આજે આપને ખૂબ ભીડો આપ્યો. ' સ્વામીશ્રી તરત જ કહે, ‘ ના. ખૂબ મજા આવી. ' ત્યારે સેવક સંતે સ્વામીશ્રીની પીઠ પાછળ ટેકા માટે ઓશીકું મૂક્યું અને પૂછ્યું, ‘ફાવે છે ? ’ સ્વામીશ્રી કેફથી કહે, ‘ જ્યાં નાંખો ત્યાં બધે ફાવે. ’
આ બધું શા માટે ? બીજાના સુખ માટે, અક્ષરપુરુષોત્તમના જ્ઞાનના પ્રસાર માટે. આપણે અક્ષરરૂપ થયા ક્યારે કહેવાઇએ? ગુરુની રુચિમાં ભળી આ રીતે સત્સંગનો પ્રસાર કરીએ ત્યારે.
🙏Jai Swaminarayan🙏
--------------------------------------------
--------------------------------------------
👉દરરોજ આવા જ નવા-નવા જીવનમાં ઉતારવા જેવા પ્રસંગો📖 તેમજ Articals🔖માટે,Follow
વાતો સત્સંગની
--------------------------------------------
--------------------------------------------
Comments
Post a Comment