Posts

Showing posts from July, 2021

કલ્યાણ

Image
કીડી - મંકોડાનુંય કલ્યાણ                     શ્રીજીમહારાજ સંતો સાથે અડાલજની વાવ પાસે આવ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ વાવ પાસે લખેલો લેખ વાંચ્યો. તેમાં વાવ બંધાવનાર રાણીએ લખ્યું હતું : ‘ હું સ્ત્રી છું. ક્ષત્રિય રાજાની દીકરી છું. મેં આ વાવ મારા કલ્યાણ માટે બંધાવી છે. મને મારા જીવન દરમિયાન કોઈ મોટા પુરુષ ન મળ્યા, પણ પાછળથી મોટા પુરુષ પ્રકટ થાય, તો આ વાવનું પાણી પીને મારું કલ્યાણ કરે, એ મારી મરજી છે. '                      શ્રીજીમહારાજ અને સંતોએ વાવનું પાણી પીધું. શ્રીજીમહારાજે આશીર્વાદ આપ્યા : ' વાવ કરાવનાર રાણી, વાવમાં કામે આવનાર મજૂર, પશુ ને મરનાર કીડી - મકોડાનુંય કલ્યાણ થશે. આ વાવ સરસવના દાણાથી ભરી દઈએ ને ઉપર સગ (ઢગલો) થાય તેટલા જીવોનું મારે કલ્યાણ કરવું છે. -------------------------------------------- આંબાનું કલ્યાણ                     સને ૧૯૫૭. જામનગર પાસે ધુવાવ ગામે યોગીજી મહારાજે એક હરિભક્તના મકાનનું ખાતમુહૂર્ત કર્યું. યોગીજી મહા...