તમામ ક્રિયાઓ ગુરુહરિમય. લેખ-૧
પ્રસંગ : ગુરુના દર્શનનું ખેચાણ ૦૧-૦૧-૨૦૦૦. અમદાવાદ. સંતોએ પ્રમુખસ્વામી મહારાજને કહ્યું : “ગોંડલમાં આપને ઘનશ્યામ મહારાજે સાક્ષાત્ દર્શના આપ્યા તે પ્રસંગ સાંભળવાની ઇચ્છા છે.' સ્વામી કહે : ‘આ પ્રસંગ હું દીક્ષા પછી ગોંડલ ભણવા માટે રહ્યો'તો એ વખતે બન્યો હતો. શાસ્ત્રીજી મહારાજ વિષે સ્વાભાવિક હેત ને છુટા પડેલા એટલે યાદ આવે. વળી ત્યાં મને ઘનશ્યામ મહારાજની સેવા મળેલી. ગોંડલમાં સવારે ૪-૩૦ વાગે જેતલપુર તરફથી ગાડી આવતી હતી. હું ઘણી વખત સ્વામીને યાદ કરું અને તે દિવસે એ ભ્રમણામાં સૂતો હતો. પછી જાગ્યો, નાહ્યો-ધોયો, પૂજા કરતો હતો ને કોઈકે કહ્યું કે ‘શાસ્ત્રીજી મહારાજ આવ્યા. એટલે મે પૂજા મૂકી ને દોડ્યો કે 'ક્યાં છે ?' મંદિરનાં પગથિયાં આગળ ગયો ને પૂછ્યું કે 'શાસ્ત્રીજી મહારાજ આવ્યા એ ક...