ભગવાનની પ્રાપ્તિ. લેખ-૨
મુદ્દો-૧ : " આશ્ચર્યકારી સૂક્ષ્મ સૃષ્ટિના રચયિતા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે " પ્રસંગ : થોડાં પુણ્યે યોગ ન થાય નીલકંઠવર્ણી મઢડા ગામે જેઠા મેરના ઘરે પધાર્યા. કારણ કે જેઠા મેર અને તેમનાં પત્ની ૧૦૦ જન્મથી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતાં હતાં. તેવી સાધનાના ફળરૂપે વર્ણી તેમના ઘરે પધાર્યા હતા. જેઠા મેરે રસોઈ કરી વર્ણીને જમાડ્યા. જમીને વર્ણી સૂઈ ગયા. જેઠા મેર અને તેમનાં પત્ની દર્શન કરતાં હતાં. તેમણે જોયું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તથા અનંત અવતારો સૂતેલા વર્ણીનાં દર્શન અને સેવા માટે આવ્યા હતા ! પતિ-પત્ની પોતાનાં ભાગ્ય માનવા લાગ્યાં કે કેવા દુર્લભ ભગવાન આપણા માટે પધાર્યા. મુદ્દો-૨ : " સર્વ કર્તાહર્તા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે " પ્રસંગ : મરજી વિના પાંદડું પણ ન હલે વીસનગરો સુબો લાલદાસ શ્રીજીમહારાજનો દ્વેષી હતો, તે સત્સંગીને ખૂબ હેરાન કરતા હતો. ગઢડામા...