Posts

Showing posts from May, 2022

તમામ ક્રિયાઓ ગુરુહરિમય. લેખ-૨

પ્રસંગઃ ગુરુમાં આત્મબુદ્ધિ = બ્રહ્મરૂપ                         તા . ૨૩-૫-૧૯૮૬. મુંબઈ, નીલકંઠ મહેતાએ પ્રશ્ન પૂછ્યો કે, ' બ્રહ્મરૂપ થવું એટલે શું ? ' પ્રમુખસ્વામી મહારાજ કહે, સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરીએ તો બ્રહ્મરૂપ થઈ જવાય. સત્પુરુષને પોતાનું સ્વરૂપ માનવું, પછી આપણામાં બીજો ભાવ ન રહે કે હું નીલકંઠ છું, વાણિયો છું. સત્પુરુષ એ જ આપણું થાય  સર્વસ્વ છે.  જેટલું આજ્ઞા પ્રમાણે વર્તાય, સત્પુરુષમાં વધારે હેત થાય  એટલા બ્રહ્મરૂપ. ’.   પ્રસંગ : ગુરુમાં જોડાણ કોને કહેવાય ?                       સને ૧૮૬૧. મુંબઈ. નૈરોબીના છગનભાઈનો પત્ર હતો. તેમાં લખ્યું હતું કે, ' જેમ ભારતમાં અનેક હરિભક્તો આપને વિશે જોડાયા છે અને જેવી રીતે અહીં આફ્રિકામાં અનેક હરિભક્તો આપને વિશે જોડાયા છે, તેવી રીતે અમે આપમાં જોડાઈ જઈએ તેવી અમારી ઉપર દૃષ્ટિ કરશો. ’                         આ વાત સાંભળી ત્યારે યોગીજી મહારાજ કહે, ‘ લ્ય...

સંતુલિત જીવન માટે સત્પુરુષનો આગ્રહ

" સંતુલિત જીવન માટે સત્પુરુષનો આગ્રહ " આર્થિક સંતુલનનો આગ્રહ                      ૨૮-૮-૨૦૦૪. લંડન. મંદિરના ઘુંમટમાં રમકડાંનો હિંડોળો કરવામાં આવ્યો હતો. આસપાસ બાળકો બેઠા હતા. તિલક નામનો બાળક સોનાની વીંટી પ્રમુખસ્વામી મહારાજના હાથમાં મૂકવા ગયો. તે કહે, ‘ ઘનશ્યામ મહારાજ માટે છે. ' સ્વામીએ વીંટી લીધી નહીં. પૂછ્યું, ‘ ક્યાંથી લાવ્યો ? ' તે કહે, ‘ મમ્મીએ આપી. ' સ્વામી કહે, ‘ પપ્પા તો ના પાડતા હતા. ' તે કહે, ‘ એમણે પણ હવે હા જ પાડી છે. ' સ્વામી કહે, ‘ તો સારું. ’ પછી સ્વામીએ તિલક દ્વારા વીંટી ઠાકોરજીનાં ચરણોમાં અર્પણ કરાવી. ત્યારબાદ તિલકના પિતા લલિતભાઈને મળ્યા ત્યારે તેમને પણ વીંટી અંગે પૂછી લીધું કે તિલક પૂછ્યા વિના વીંટી લાવ્યો નથીને !                      ૯-૧-૨૦૦૫. એક નાના સેન્ટરમાં સુનામી પીડિતો માટે કેટલાક રૂપિયાનું દાન આવ્યું હતું. ગામના આગેવાનોએ સલાહ આપી કે ‘ વધેલા પૈસા તમારા મંદિરના બાંધકામ માટે વાપરી શકાશે. ' પ્રમુખસ્વામી મહારાજ તરત જ કહે, ‘ સુનામીના પૈસા સંસ્થામાં વપરાય જ નહી...

મનુષ્યભાવને લીધે દુઃખ. લેખ-૨

🔶   મુદ્દો -૧ :  આપણે પણ મનુષ્યભાવને લીધે પાછા પડીએ છીએ (૧) સત્પુરુષના આશીર્વાદ ન ફળે ત્યારે                    આપણે સ્વામીશ્રીને પત્ર લખ્યો હોય, તેમની મુલાકાત લીધી હોય કે ફોન પર કાંઇક આશીર્વાદ માંગ્યા હોય. તેમણે આપ્યા હોય કે ‘ જાઓ, કામ થઈ જશે ! ' અને કામ ન થાય. ઊલટું ક્યારેક કામ વધુ બગડે ત્યારે આપણને એમ થાય કે તેઓ ખરેખર ભગવાનનું સ્વરૂપ હશે કે નહીં ! ઉપાય : આપણે ફક્ત આ જન્મનું સારું - ખરાબ દેખાય છે. મોટાપુરુષને અનંત જન્મનું યોગ્ય - અયોગ્ય દેખાતું હોય છે. તેઓને આપણું કલ્યાણ કરવું છે, તે માટે આ જન્મે થોડું દુ:ખ આપીને પણ તેઓ આપણી વાસના ટાળે છે. આ તેઓના સૌથી મોટા આશીર્વાદ છે. ભક્તોના દુશ્મન ભગવાન કે સંત ક્યારેય હોય જ નહીં.  પ્રસંગ : રોગ મટે નહીં તેનું કારણ હોય છે                   ગાનાના મગનભાઇ પ્રભુદાસને ત્રીજી વાર પરણવાની ઇચ્છા હતી. ત્યારે તેમને ભયંકર રોગ થયો. તેનાથી છૂટવા તેમણે શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી કે, ‘ ધામમાં લઈ જાવ. '            ...

મનુષ્યભાવને લીધે દુઃખ. લેખ-૧

  🔶   મુદ્દો -૧  "  આખી દુનિયા મનુષ્યભાવને લીધે દુઃખી છે "   પ્રસંગ : સતીને દુઃખ આવ્યું                        સતી એટલે પાર્વતીજી. રાવણ સીતાજીને ઉપાડી ગયો ત્યારે રામ ભગવાને સીતાજીને શોધવા માટે વ્યાકુળ થઈ ગયા હતા. તે વખતે સતીને રામ ભગવાનની પરીક્ષા કરવાની ઇરછા થઈ. શિવજીએ ના પાડી છતાં સતી સીતાજીનું રૂપ લઈ રામ પાસે ગયાં. એમને મનમાં એમ કે ભગવાન રામ મને જોતાં તરત જ ઘેલા થઈ જશે, પણ થયું ઊલટું જ.                             રામ ભગવાને તરત જ કહ્યું : “ માતા ! એકલા કેમ છો ? શિવજી ક્યાં ?' અને સતી ભોંઠા પડી ગયાં, પછી સતી શિવજી પાસે આવ્યાં. શિવજીએ તેમને બધું પૂછ્યું, પણ સતીએ છુપાવ્યું. શિવજીએ ધ્યાનમાં આખું ચરિત્ર જોયું અને તેમને બધો ખ્યાલ આવી ગયો.                              સતીએ સીતાજીનો વેશ ધર્યો તેથી શિવજીના હૃદયમાં ઘણો જ ખેદ થયો, શિવજી કહે,' તમને રામચંદ્રજીએ માતા કહ...

મહિમાનો વિચાર

 પ્રસંગ : ભક્તોમાં મુક્તોનાં દર્શન                                   ૧-૭-૨૦૦૧. રાજકોટ . પ્રમુખસ્વામી મહારાજ પ્રતીક ઉત્તરાયણ પર્વ નિમિત્તે આહલેક માટે સજ્જ થઈ ચૂક્યા હતા. ત્યાં ઉપરથી એક પ્લેન ઊડ્યુ. તેની ઘરઘરાટીને લીધે સ્વામી થોડીવાર મૌન ઊભા રહ્યા. શ્રીકૃષ્ણ પંડ્યા કહે, ‘ દેવતાઓ આપની પ્રદક્ષિણા ફરે છે. દેવતાઓ પણ ઝોળી આપવા આવ્યા છે. ’                      સ્વામી કહે, ‘ દેવતાઓ અહીં અક્ષરધામના મુક્તો બેઠા છે એનાં દર્શન કરે છે. દેવો તો બધા ઉપર ઊડ્યા કરે. આપણે તો અક્ષરધામમાં મહારાજની સેવામાં બેઠેલા મુક્તોનાં દર્શન કરીએ છીએ. ’  પ્રસંગ : ભક્તો બ્રહ્મની મૂર્તિ                      સને ૧૯૬૫. ગોંડલ. એક બપોરે ગુણવંતભાઈ એક યુવકની વાત કરતાં યોગીજી મહારાજને કહે, ‘ બાપા ! એ સેવા કરતા નથી ને બીડી પીવે છે. ’ સ્વામી કહે, ‘ તમે શાસ્ત્રીજી મહારાજનાં દર્શન કર્યાં છે ? ’ તેઓ કહે, ‘ ના. ’ યોગીબાપા કહે, ‘ એણે શ...

ભગવાનની પ્રાપ્તિ. લેખ-૩

મુદ્દો-૧ : " સાકાર-દિવ્ય ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે   "  પ્રસંગ : સાકાર ભગવાનનાં દર્શન                         શીતળદાસ નામે એક મુમુક્ષ બ્રાહ્મણ હતાં.  રામાનંદ  સ્વામીની ખ્યાતિ સાંભળીને તેઓ તેમનાં દર્શન કરવા લોજમાં આવ્યા હતા, પરંતુ રામાનંદ સ્વામી થોડા દિવસ પહેલા જ અંતર્ધાન થયા છે તે સાંભળીને, નિરાશ થઇને, તેમણે પાછા જવા વિચાર કર્યો.                       તેવામાં શ્રીજીમહારાજે તેઓને સમાધિ કરાવી. જેમાં 14 અવતારો ને રામાનંદ સ્વામી શ્રીજીમહારાજની સ્તુતિ કરે છે, તેવાં તેમને દર્શન થયાં. સમાધિમાં શ્રીજીમહારાજની તેઓએ પૂજા કરી. પરંતુ અક્ષરધામના અનંત મુક્તાની પૂજા કરવાની પણ તેઓને ઇચ્છા થઇ. તેમની ઇચ્છા જાણી શ્રીજીમહારાજ તેમને કહે, ‘ આ એક-એક અવતાર અને રામાનંદ સ્વામી પુરુષોત્તમ હોય, તો મારાં અનંત સ્વરૂપો થાઓ... એમ સંકલ્પ કરો. ' પછી તેમણે તેવો સંક્લ્પ કર્યો. પરંતુ તેમના અનેક સ્વરૂપો ન થયાં.                      પછ...