તમામ ક્રિયાઓ ગુરુહરિમય. લેખ-૨
પ્રસંગઃ ગુરુમાં આત્મબુદ્ધિ = બ્રહ્મરૂપ તા . ૨૩-૫-૧૯૮૬. મુંબઈ, નીલકંઠ મહેતાએ પ્રશ્ન પૂછ્યો કે, ' બ્રહ્મરૂપ થવું એટલે શું ? ' પ્રમુખસ્વામી મહારાજ કહે, સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરીએ તો બ્રહ્મરૂપ થઈ જવાય. સત્પુરુષને પોતાનું સ્વરૂપ માનવું, પછી આપણામાં બીજો ભાવ ન રહે કે હું નીલકંઠ છું, વાણિયો છું. સત્પુરુષ એ જ આપણું થાય સર્વસ્વ છે. જેટલું આજ્ઞા પ્રમાણે વર્તાય, સત્પુરુષમાં વધારે હેત થાય એટલા બ્રહ્મરૂપ. ’. પ્રસંગ : ગુરુમાં જોડાણ કોને કહેવાય ? સને ૧૮૬૧. મુંબઈ. નૈરોબીના છગનભાઈનો પત્ર હતો. તેમાં લખ્યું હતું કે, ' જેમ ભારતમાં અનેક હરિભક્તો આપને વિશે જોડાયા છે અને જેવી રીતે અહીં આફ્રિકામાં અનેક હરિભક્તો આપને વિશે જોડાયા છે, તેવી રીતે અમે આપમાં જોડાઈ જઈએ તેવી અમારી ઉપર દૃષ્ટિ કરશો. ’ આ વાત સાંભળી ત્યારે યોગીજી મહારાજ કહે, ‘ લ્ય...