ગુરુહરીનું આજ્ઞાપાલન
( વચનામૃત:ગઢડા પ્રથમ - ૩૪) 'માટે ત્યાગીને જે જે આજ્ઞા કરી છે તે પ્રમાણે ત્યાગીને રહેવું અને ગૃહસ્થને જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે ગૃહસ્થને રહેવું ને તેમાં જેટલો ફેર પડે છે તેટલો ક્લેશ થાય છે..... ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ-દુ:ખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે, અને જે ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે ને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. ” એક હરિભક્ત શ્રીજીમહારાજની કેડ દાબતા હતા. શ્રીજીમહારાજ કહે, ‘ ઉપર ચડીને દાબો. ' હરિભક્ત કહે, ‘ આપની કેડ પર પગ કેમ દેવાય ? ’ શ્રીજીમહારાજ કહે, ‘ મારી જીભ પર તો પગ મૂકે જ છે. ત્યાં વિચાર નથી આવતો ? ’ " આજ્ઞા લોપવી એ ભગવાન અને સંતની જીભ પર પગ દેવા બરાબર છે " 🔵 આજ્ઞાપાલનથી સુખ : પ્રમુખસ્વામી મહારાજ ગોંડલ હતા. તેમણે માણાવદરન...